દાઉદની હવે ખેર નથી... `આ` મહત્વના મુદ્દે ભારતને મળ્યો અમેરિકાનો સાથ
ભારત- અમેરિકા વચ્ચે 2 પ્લસ 2ની વાતચીતમાં બંને દેશો વચ્ચે આતંકવાદ સહિત અનેક મુદ્દાઓ પર સહમતિ બની. સૌથી ખાસ વાત એ રહી કે બંને દેશ મોસ્ટ વોન્ટેટ ગ્લોબલ આતંકી દાઉદ ઈબ્રાહિમને શોધવા માટે મળીને સર્ચ અભિયાન ચલાવવા પર સહમત થયા છે.
નવી દિલ્હી: ભારત- અમેરિકા વચ્ચે 2 પ્લસ 2ની વાતચીતમાં બંને દેશો વચ્ચે આતંકવાદ સહિત અનેક મુદ્દાઓ પર સહમતિ બની. સૌથી ખાસ વાત એ રહી કે બંને દેશ મોસ્ટ વોન્ટેટ ગ્લોબલ આતંકી દાઉદ ઈબ્રાહિમને શોધવા માટે મળીને સર્ચ અભિયાન ચલાવવા પર સહમત થયા છે. આ ઉપરાંત રક્ષા ક્ષેત્રમાં પણ ખભેથી ખભો મિલાવીને કામ કરવા પર સહમતિ બની છે.
દાઉદ વિરુદ્ધ ચલાવાશે સર્ચ અભિયાન
2 પ્લસ 2 વાર્તામાં 1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટના દોષિત અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને લઈને બંને દેશો વચ્ચે વાતચીત થઈ છે. સહમતિ બની છે કે દાઉદ ઈબ્રાહિમને શોધવામાં અમેરિકા મદદ કરશે. દાઉદ વિરુદ્ધ બંને દેશ મળીને સર્ચ અભિયાન ચલાવશે. હાલ દાઉદ પાકિસ્તાનના કરાંચી અને ઈસ્લામાબાદમાં રહે છે. પરંતુ પાકિસ્તાને દર વખતે તેનો ઈન્કાર કર્યો છે. ભારત તરફથી અનેકવાર પુરાવા આપવા છતાં પાકિસ્તાને દરેક દલીલને માનવાનો ઈન્કાર કરી દીધો.
દાઉદ ઈબ્રાહિમને 2003માં ગ્લોબલ ટેરેરિસ્ટ જાહેર કરવામાં આવ્યો હતો. ભારત સાથે જ તે અમેરિકાનો પણ મોસ્ટ વોન્ટેડ આતંકી છે. અમેરિકાએ તેના ઉપર 25 લાખ ડોલરનું ઈનામ જાહેર કરેલુ છે. ભારતની કોશિશોથી જ એ શક્ય બન્યું કે યુએઈ અને બ્રિટને તેની સંપત્તિ જપ્ત કરી લીધી. આ ઉપરાંત ભારતમાં પણ તેની સંપત્તિની હરાજી કરવામાં આવી. આ દરમિયાન દાઉદના અનેક સાથીઓ પણ દુબઈ અને યુએઈમાં પકડાયા જેનાથી તેની ગેંગને મોટો ઝટકો લાગ્યો.
વિદેશ મંત્રી સુષમા સ્વરાજે 2 પ્લસ 2 વાર્તાની જાણકારી આપતા કહ્યું કે બંને દેશો વચ્ચે ભારતના એનએસજીમાં પ્રવેશ માટે સહમતિ બની. આ સાથે જ દક્ષિણ એશિયામાં આતંકવાદની સ્થિતિ ઉપર પણ વાત થઈ. બંને દેશો વચ્ચે સુરક્ષા સંબંધ આગળ વધારવા પર ચર્ચા કરવામાં આવી. આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં બંને દેશ સાથે કામ કરશે. રક્ષા અને વિદેશ મંત્રીઓ વચ્ચે હોટલાઈન પણ સ્થાપિત કરવામાં આવશે.
અત્રે જણાવવાનું કે ભારત અને અમેરિકા વચ્ચે પહેલીવાર 2 પ્લસ 2 વાર્તા થઈ છે. જેનો ઉદ્દેશ્ય દ્વિપક્ષિય રક્ષા અને સુરક્ષા ભાગીદારીને વધુ મજબુત કરવાનું અને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં વૈશ્વિક રણનીતિક સહયોગને વિશેષ કરીને વધારવાનો છે. વિદેશમંત્રી સુષમા સ્વરાજ અને રક્ષામંત્રી નિર્મલા સીતારમણે ટુ પ્લસ ટુ વાર્તા હેઠળ અમેરિકી વિદેશ મંત્રી માઈકલ આર પોમ્પિઓ અને રક્ષા મંત્રી જેમ્સ મેટિસ સાથે વાતચીત કરી.